ઈજા બાદ અભિનેત્રી નુસરત ભરૂચાની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ
ઈજા બાદ અભિનેત્રી નુસરત ભરૂચાની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ
Published on: 12th October, 2026

અભિનેત્રી નુસરત ભરૂચા બાલીમાં કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયા બાદ મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર અકસ્માત બાદ પહેલી પોસ્ટ શેર કરી, જેમાં તેણે 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મનો ડાયલોગ ટાંક્યો. નુસરત કામ અને રજા માટે બાલી ગઈ હતી, જ્યાં અકસ્માત બાદ તેને દાખલ કરાઈ હતી. બીજી ઓક્ટોબરે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લવાઈ હતી. તેની સર્જરી અને રજા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી, પરંતુ તેણે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયાનો સંકેત આપ્યો.