ડાંગમાં વન વિભાગની વાંસ કૌશલ્યવર્ધન પહેલથી આદિવાસીઓને રોજગારી મળતાં તેઓ આત્મનિર્ભર બન્યા
ડાંગમાં વન વિભાગની વાંસ કૌશલ્યવર્ધન પહેલથી આદિવાસીઓને રોજગારી મળતાં તેઓ આત્મનિર્ભર બન્યા
Published on: 19th January, 2026

ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા વાંસ આધારિત રોજગારી ઊભી કરવાની પહેલ કરાઈ છે. આ પહેલ ‘Vocal for Local’ના સંકલ્પને સાકાર કરે છે. વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા આદિવાસીઓને વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ અપાય છે. તાલીમ પામેલા લોકો ‘પ્રકૃતિ વાંસ કામદાર મજૂર સહકારી મંડળી’ બનાવીને બેબી ચેર, પાટલા, સોફા જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેનાથી તેઓને સ્થિર આવક પ્રાપ્ત થાય છે. આ પહેલ આજીવિકાનો પ્રેરણાદાયી સ્રોત બની છે.