પ્રિયંકા ચોપડાની 'રીસેટ' ફિલ્મમાંથી ઓર્લાન્ડો બ્લૂમનું વિદાય
પ્રિયંકા ચોપડાની 'રીસેટ' ફિલ્મમાંથી ઓર્લાન્ડો બ્લૂમનું વિદાય
Published on: 27th August, 2026

પ્રિયંકા ચોપડા જોનાસની આગામી ફિલ્મ 'રીસેટ'માંથી હોલીવૂડ સ્ટાર ઓર્લાન્ડો બ્લૂમે વિદાય લીધી હોવાનું કહેવાય છે. બ્લૂમ આ ફિલ્મમાં અભિનયની સાથે સહનિર્માતા તરીકે પણ જોડાવાના હતા. તેમના બેનર Amazing Owl અને પ્રિયંકાના Purple Pebble Pictures હેઠળ આ ફિલ્મ બનવાની હતી. બ્લૂમની વિદાયથી ફિલ્મ ટીમના સભ્યો નિરાશ છે, કારણ કે તેમના જોડાવાથી ફંડિંગ અને ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુટર મેળવવામાં સરળતા રહેત. મેટ્ટ સ્મુકલેર દ્વારા નિર્દેશિત આ સર્વાઇવલ થ્રીલરમાં હવે નવા હીરો તરીકે ત્રણ એક્ટર્સના નામ વિચારી રહ્યા છે.