સુરતીઓએ શ્રાવણ ઉપવાસમાં લાવ્યા નવો સ્વાદ
સુરતીઓએ શ્રાવણ ઉપવાસમાં લાવ્યા નવો સ્વાદ
Published on: 26th August, 2026

સુરતમાં શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખનારાઓ માટે ફરાળમાં નવા સ્વાદનો અનુભવ થઈ રહ્યો છે. પરંપરાગત ફરાળી પેટીસ અને ચેવડા ઉપરાંત, હવે ફરાળી લોચા, બટાકા વડા, ભેળ, સેન્ડવીચ અને સમોસા જેવી સુરતી સ્ટાઈલની વાનગીઓ ઉપલબ્ધ છે. આ નવીન પ્રયોગો સુરતીઓના ખાણીપીણીના શોખને સંતોષી રહ્યા છે. ખાસ કરીને ફરાળી લોચા અને બટાકા વડા સાબુદાણા અને મોરૈયાના લોટના મિશ્રણથી બને છે. આ ફરાળી વાનગીઓ સાથે હવે ફરાળી ચટણીનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં સિંગદાણા, તલ અને કોપરાનો ઉપયોગ થાય છે. રેડી-ટુ-ઈટ ફરાળી ખીચું, ભાખરી અને પફ પણ ઉપલબ્ધ બન્યા છે.