કરજણ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ભૂલકાંઓ માટે સમર કૅમ્પ
કરજણ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ભૂલકાંઓ માટે સમર કૅમ્પ
Published on: 08th June, 2026

કરજણ તાલુકાનાં 9 ગામનાં 700થી વધુ બાળકો માટે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા 10 દિવસીય 'બાળ સહજ' સમર કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કૅમ્પમાં યોગ, ધ્યાન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, અંગ્રેજી સંવાદ, શબ્દરમત, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ, પ્રાચીન રમતો, મોબાઇલ મેનર્સ, સાઇબર સેફ્ટી, નકશાની સમજ, માટીકામ, અને પોપેટ બનાવટ જેવી અનેક સર્જનાત્મક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ શીખવવામાં આવી. અંતે, આનંદમેળા સાથે પ્રદર્શન યોજાયું, જ્યાં બાળકોએ વ્યવસાયિક પાઠ પણ શીખ્યા.