વડોદરાના પાદરા ગીતાંજલિ વિદ્યાલયમાં યોજાયો જિલ્લાકક્ષાનો ACPC ઉચ્ચ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર.
વડોદરાના પાદરા ગીતાંજલિ વિદ્યાલયમાં યોજાયો જિલ્લાકક્ષાનો ACPC ઉચ્ચ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર.
Published on: 25th May, 2026

પાદરાની ગીતાંજલિ વિદ્યાલય દ્વારા ધો.12 સાયન્સ પછીના ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન માટે જિલ્લાકક્ષાનો ACPC સેમિનાર યોજાયો. ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ACPC વિભાગ અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ, વિવિધ ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, ACPC ઓનલાઈન એડમિશન અને સ્કોલરશીપ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. નિષ્ણાતોએ ઇજનેરી, ફર્મસી, આર્કિટેક્ચર, પેરામેડિકલ જેવા વ્યાવસાયિક કોર્સની માહિતી આપી યોગ્ય ક્ષેત્ર પસંદ કરવા પ્રેરિત કર્યા.