ગુજરાત 28 ગામ માછી સમાજનું ગૌરવ!
ગુજરાત 28 ગામ માછી સમાજનું ગૌરવ!
Published on: 08th June, 2026

ચાંદોદના વતની ડૉ. ભૌમિક માછીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં PhDની પદવી એનાયત કરવામાં આવી છે. વાયરલેસ સેન્સર નેટવર્ક ક્ષેત્રમાં તેમના ઊંડાણપૂર્વકના સંશોધન કાર્ય દ્વારા આધુનિક સંચાર વ્યવસ્થા અને સેન્સર આધારિત ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સિદ્ધિ તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર માછી સમાજ માટે ગૌરવનો વિષય બની છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.