રાજપીપળાના નાંદોદ શાળાઓ અને ગ્રામ પંચાયતોની કલેક્ટર ગંગા સિંઘે મુલાકાત લીધી
રાજપીપળાના નાંદોદ શાળાઓ અને ગ્રામ પંચાયતોની કલેક્ટર ગંગા સિંઘે મુલાકાત લીધી
Published on: 03rd September, 2026

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે નાંદોદ તાલુકાની જૂના રામપુરા અને વડિયા ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત લીધી, સરકારી ચોપડા અને વેરા વસૂલાતની કામગીરી ચકાસી. તેમણે તાકીદ કરી કે ગ્રામજનોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે રીતે વારસાઈ અને અન્ય લોકપ્રશ્નોનો નિયત સમયમાં ઝડપી નિકાલ થાય. આ ઉપરાંત, પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના અભ્યાસ અને સુવિધાઓની સમીક્ષા કરી. કર્મચારીઓમાં વહીવટી પારદર્શિતા અને ગતિશીલતા લાવવાના પ્રયાસો જોવા મળ્યા.