સુપ્રીમનો મોટો નિર્ણય: વિદ્યાર્થીઓને આંદોલનનો અધિકાર, લાઠીચાર્જની તપાસ માટે પેનલ રચના
સુપ્રીમનો મોટો નિર્ણય: વિદ્યાર્થીઓને આંદોલનનો અધિકાર, લાઠીચાર્જની તપાસ માટે પેનલ રચના
Published on: 19th August, 2026

નવી દિલ્હી : ૨૦મી જુલાઇએ દિલ્હીના જંતર મંતર ખાતે યુવાનો પર થયેલા લાઠીચાર્જનો સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ માટે એક ઉચ્ચસ્તરીય પેનલની રચનાની જાહેરાત કરવામાં આવી છે. આ પેનલમાં સુપ્રીમના નિવૃત જજ, હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, પૂર્વ ડીજીપી અને સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર જેવા અનુભવી વ્યક્તિઓનો સમાવેશ થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે અને તેમની અરજીઓ પર વિચારણા કરવામાં આવશે. ઓનલાઇન હેરાનગતિ સહિતના તમામ મુદ્દાઓની તપાસ આ પેનલ દ્વારા કરવામાં આવશે.