નશીલા પદાર્થોની તસ્કરી-વેચાણ સામે આર્થિક પ્રહાર
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી (DNH) તેમજ દીવ-દમણ પોલીસે નશીલા પદાર્થોના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. NDPS ઍક્ટ હેઠળ જપ્ત કરાયેલ 94.276 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યોનો સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ નેટવર્કની આર્થિક કમર તોડવા માટે, એક રીઢા આરોપીની ₹88 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, માસૂમ યુવાનોને નશાની લતમાં ધકેલતા ડ્રગ માફિયાઓ સામે પ્રશાસન અને પોલીસનું કડક વલણ જોવા મળી રહ્યું છે. આ સ્પેશિયલ ડ્રાઇવ પ્રદેશને 'ડ્રગ મુક્ત' બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી.
નશીલા પદાર્થોની તસ્કરી-વેચાણ સામે આર્થિક પ્રહાર
અમદાવાદ POCSO કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સગીરા પર દુષ્કર્મનો આરોપી દોષિત, 20 વર્ષની સજા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 10 વર્ષીય સગીરા પર બળજબરીથી જાતીય હુમલો કરનાર 32 વર્ષીય આરોપી અમિત વણઝારાને POCSO કોર્ટે ગુનેગાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું કે આરોપીના કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં અને સમાજમાં દાખલો બેસે તે માટે આ સજા જરૂરી છે. 2 જૂન 2024ના રોજ બનેલી આ ઘટનામાં, આરોપીએ રાત્રે સૂતેલી સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ચાર્જશીટ દાખલ કરી હતી. સરકારી વકીલે 14 સાક્ષી અને 9 દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપી સામેનો ગુનો સાબિત કર્યો.
અમદાવાદ POCSO કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સગીરા પર દુષ્કર્મનો આરોપી દોષિત, 20 વર્ષની સજા
કેન્દ્ર સરકારની 10 લાખ ટન ડ્યૂટી-ફ્રી ખાંડ આયાતને મંજૂરી
તહેવારો પહેલાં ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન ડ્યૂટી-ફ્રી ખાંડની આયાતને મંજૂરી આપી છે. આ નિર્ણય ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપશે. છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં લગભગ 40%નો વધારો જોવા મળ્યો છે. આ આયાતનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને કિંમતો સ્થિર રાખવાનો છે. જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા ઘટાડીને 15 દિવસ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારની 10 લાખ ટન ડ્યૂટી-ફ્રી ખાંડ આયાતને મંજૂરી
ભારતમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે!
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય ખાંડ ₹60 અને રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, અને જો પુરવઠાની સ્થિતિ સુધરશે નહીં તો તહેવારો પહેલા ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચવાની ચિંતા છે. ઘટતો સ્ટોક, ઇથેનોલ ઉત્પાદનમાં વપરાશ અને તહેવારોની વધતી માંગ ભાવ વધારાના મુખ્ય કારણો છે. કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકર્તાઓ પર સ્ટોક મર્યાદા ઘટાડીને અને આયાત પર વિચારણા કરીને ભાવ નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ભાવ વધારાની મીઠાઈ ઉત્પાદકો અને સામાન્ય પરિવારો પર પણ અસર પડશે.
ભારતમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે!
અમદાવાદ મેટ્રો કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદના મેટ્રો કોર્ટ પરિસરમાં ભરણપોષણના કેસથી કંટાળી 54 વર્ષીય પરાગભાઈ શાહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ગુરુવારે સવારે 11 વાગે, તેમણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હતી. સદનસીબે, ત્યાં હાજર એક નોટરીએ પાણી છાંટી આગ બુઝાવી દીધી. આ ઘટનાથી કોર્ટમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત પરાગભાઈ શાહને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ મેટ્રો કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદમાં જ્વેલર્સને 4.45 કરોડનો ચૂનો લગાવનાર અનિલ વિભાણી ઝડપાયો
અમદાવાદમાં EoW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) દ્વારા રૂપિયા 4.45 કરોડના હીરા-સોનાના દાગીનાની છેતરપિંડી આચરવાના આરોપમાં મહાઠગ અનિલ વિભાણી અને તેના પરિવારની ધરપકડ કરવામાં આવી છે. આખો પરિવાર શોરૂમમાં જઈને પોતાની વાકછટા અને વૈભવી જીવનશૈલીનો દેખાડો કરી વેપારીઓનો વિશ્વાસ જીતી લેતો હતો. અગાઉ પણ અનિલ વિભાણી વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ 4 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને ગુનાની સઘન તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં જ્વેલર્સને 4.45 કરોડનો ચૂનો લગાવનાર અનિલ વિભાણી ઝડપાયો
ભારત ટૂંક સમયમાં 500kg બંકર બસ્ટર બોમ્બનું પરીક્ષણ કરશે
DRDO અને ભારતીય વાયુસેના (IAF) સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં Su-30MKI ફાઇટર વિમાન પર સ્વદેશી PGB-500 પ્રિસિઝન ગાઇડેડ બોમ્બનું ફ્લાઇટ ટેસ્ટિંગ કરશે. 500kg વોરહેડ સાથેનો આ બોમ્બ મજબૂત બંકરો અને કમાન્ડ સેન્ટર્સને નિશાન બનાવવા માટે ડિઝાઇન કરાયો છે. પરીક્ષણમાં બોમ્બનું વહન, એરોડાયનેમિક બેલેન્સ અને સુરક્ષિત રિલીઝની તપાસ થશે. GPS/INS સાથે પ્રિસિઝન ટાર્ગેટિંગ સામેલ હશે. PGB-500 ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક ક્ષમતા વધારશે.
ભારત ટૂંક સમયમાં 500kg બંકર બસ્ટર બોમ્બનું પરીક્ષણ કરશે
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
અમદાવાદના બહેરામપુરા Murder Caseમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. યુવતીની છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના ઝઘડામાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2018માં થયેલી આ ઘટનામાં આરોપીના પુત્ર દ્વારા છેડતી અને મ્યુઝિકના મુદ્દે થયેલી તકરાર બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખીને કનૈયાલાલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. કાગડાપીઠ પોલીસની સઘન તપાસ અને પુરાવાઓને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે.
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
100% શુદ્ધતાના દાવા સામે FSSAI ની કાર્યવાહી
FSSAI એ '100% શુદ્ધ', '100% નેચરલ' જેવા ભ્રામક દાવાઓ કરતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરી છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ એમવે ઈન્ડિયા, ઈમામી અને બોન બિસ્કિટ્સ સહિત 6 મોટી ફૂડ કંપનીઓએ તેમના પેકેજિંગ અને જાહેરાતોમાંથી '100%' શબ્દ દૂર કર્યો છે. FSSAI ના નિર્દેશ મુજબ, આવા દાવાઓ ગ્રાહકોના મનમાં ખોટી છાપ ઊભી કરે છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (જાહેરાત અને દાવાઓ) નિયમો, 2018 મુજબ, ખોરાકના દાવા સાચા અને અર્થપૂર્ણ હોવા જોઈએ. આ નિર્ણય ગ્રાહકોને છેતરપિંડીથી બચાવશે.
100% શુદ્ધતાના દાવા સામે FSSAI ની કાર્યવાહી
છોટા ઉદેપુર કસ્તુરબા વિદ્યાલયમાં બિલ કૌભાંડ
છોટા ઉદેપુરના ઝોઝ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓના ભોજન અને સામગ્રીના બિલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ₹84,204 ની સામગ્રી માટે ₹1,55,204 નું બિલ રજૂ થયું, જે ₹71,000 ની વધારાની રકમ દર્શાવે છે. મહિલા કર્મચારી (નોડલ પર્સન) એ લેખિત વાંધો ઉઠાવ્યો હોવા છતાં, ચુકવણી થઈ ગઈ. વિવાદ બાદ ₹71,000 પરત લેવાયા, પરંતુ અવાજ ઉઠાવનાર કર્મચારી સામે જ કાર્યવાહી કરાઈ, જે તંત્રની નીતિ સામે પ્રશ્નાર્થ સર્જે છે.
છોટા ઉદેપુર કસ્તુરબા વિદ્યાલયમાં બિલ કૌભાંડ
ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
ગાંધીનગરના ચિલોડા સર્કલમાં પોલીસે 1 કરોડથી વધુ કિંમતની Ambergris, જે વ્હેલ માછલીની ઉલ્ટી છે, તેનો 1 કિલો 20 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગેરકાયદે વેચાણના પ્રયાસ દરમિયાન પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાતમીના આધારે, પોલીસે ગ્રાહક બનીને આરોપીને બોલાવીને ઝડપી પાડ્યો. તેની પાસેથી મળેલા Ambergris અંગે તેની પાસે કોઈ કાયદેસર પરવાનગી કે દસ્તાવેજો ન હતા. FSL તપાસ બાદ આ પદાર્થની પુષ્ટિ થઈ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
દિલ્હી હાઈકોર્ટ: "સંમતિથી લિવ-ઇન રિલેશનશિપ લગ્ન સમાન"
દિલ્હી હાઈકોર્ટે લિવ-ઇન રિલેશનશિપ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે જણાવ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના યુગલોના સંબંધમાં માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારની ધમકીઓથી પરેશાન એક લિવ-ઇન કપલને પોલીસ સુરક્ષા આપતા કોર્ટે તેને લગ્ન સમાન ગણાવ્યું છે. આ સંબંધમાં કોઈની પણ દખલગીરીને ગેરકાયદેસર ઠેરવી, અને જણાવ્યું કે બંધારણીય અધિકારોને સામાજિક પૂર્વગ્રહોથી સિમિત કરી શકાય નહીં.
દિલ્હી હાઈકોર્ટ: "સંમતિથી લિવ-ઇન રિલેશનશિપ લગ્ન સમાન"
વિમેન્સ એશિયા કપ 2026: હરમનપ્રીતની ટીમ નકવી પાસેથી ટ્રોફી લેશે?
વિમેન્સ એશિયા કપ 2026 પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રોફી પ્રેઝન્ટેશનનો નવો વિવાદ ઉભરી આવ્યો છે. જો હરમનપ્રીત કૌરની ભારતીય ટીમ ફાઇનલ જીતે તો શું તે PCB ચીફ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેશે? આ સવાલ ગયા વર્ષે પુરુષ એશિયા કપ ફાઇનલના વિવાદ બાદ ઉઠી રહ્યો છે, જ્યારે ભારતે નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી હતી. BCCIએ હજુ કોઈ સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું નથી.
વિમેન્સ એશિયા કપ 2026: હરમનપ્રીતની ટીમ નકવી પાસેથી ટ્રોફી લેશે?
પતિએ પત્ની અને બહેનની હત્યા કરી, વોટ્સએપ સ્ટેટસમાં કબૂલાત બાદ જીવન ટૂંકાવ્યું
લખનઉમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પતિએ પોતાની પત્ની દિવ્યા મિશ્રા અને અવિવાહિત બહેન તૂલિકાની ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પત્ની પર ચીટિંગનો આરોપ લગાવતા હત્યાની કબૂલાત કરી હતી. દિવ્યા ICICI બેંકમાં રિલેશનશિપ મેનેજર હતી જ્યારે માનસ SBI માં કર્મચારી હતો. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શસ્ત્રો જપ્ત કર્યા અને પતિ-પત્ની વચ્ચેના વિવાદની તપાસ હાથ ધરી.
પતિએ પત્ની અને બહેનની હત્યા કરી, વોટ્સએપ સ્ટેટસમાં કબૂલાત બાદ જીવન ટૂંકાવ્યું
ગુજરાત હાઈકોર્ટનો RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ
ગાંધીનગરના ગીફટ સિટીમાં કોલેજ ખસેડવાના મુદ્દે RTI એક્ટિવિસ્ટ રમેશ પટેલે કરેલી જાહેરહિતની અરજી (PIL) ગુજરાત હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે. એક જ વિષય પર બીજી વખત અરજી દાખલ કરવા બદલ કોર્ટે તેમને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જણાવ્યું કે, ન્યાયતંત્રનો કિંમતી સમય બગાડવા અને નકારી દીધેલી અરજી ફરીથી કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે 4 દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટનો RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
ભાવનગરના ઝેરી દારૂકાંડમાં 6થી વધુ લોકોના મોત અને 21 લોકોની ગંભીર હાલત બાદ ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ સોંપી છે. જોકે, FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ આ કેસને 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ વેચાતો હોય, તો તે પ્રોહિબિશન ખાતા અને સ્થાનિક પોલીસની મોટી નિષ્ફળતા છતી કરે છે. આ બનાવને 'લઠ્ઠાકાંડ' તરીકે દર્શાવવા પાછળ પોલીસ તંત્રની કોઈ મોટી ચાલ તો નથી ને, તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ
સુરતની સરકારી મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગના ગંભીર પ્રકરણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને ફરજમાં ગંભીર નિષ્કાળજી બદલ તાત્કાલિક અસરથી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રેગિંગ કે માનસિક ઉત્પીડન સાંખી લેવાશે નહીં. આ દરમિયાન, ડૉ. મુલ્લા વડોદરાના મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજમાં રહેશે અને નિયંત્રક અધિકારીની મંજૂરી વિના સ્થળ છોડી શકશે નહીં.
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ
રાજ્યપાલ આનંદીબેન પટેલ 10 દિવસની રજા પર
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 10 દિવસની લાંબી રજા પર છે, જે તેમના કાર્યકાળમાં પ્રથમ વખત છે. તેઓ 17 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી રજા પર રહેશે અને 27 ઓગસ્ટે લખનૌના રાજભવન પરત ફરશે. તેમની આ રજા, કૌટુંબિક અને અંગત કાર્યક્રમો માટે હોવા છતાં, રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં, તેમણે UP સરકાર અને વહીવટી તંત્ર પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ચર્ચાનો વિષય બની હતી.
રાજ્યપાલ આનંદીબેન પટેલ 10 દિવસની રજા પર
જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતા વીડિયો વાયરલ
જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાંથી બહાર નીકળતી ચાલુ બસમાં ડ્રાઇવરે એક બાળકને સ્ટીયરિંગ સોંપી દીધું હતું, જેનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. મંગળવારે રાત્રે બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી ત્યારે એક રિક્ષાચાલકે આ ઘટના પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં બાળક ડ્રાઇવિંગ સીટ પર બેઠેલું અને ડ્રાઇવર તેની બાજુમાં બેઠેલો સ્પષ્ટ દેખાય છે. આ બેદરકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે. એસ.ટી. નિગમ તંત્રએ ડ્રાઇવર સામે તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતા વીડિયો વાયરલ
સુરત પાલિકા શાળામાં દારૂ પાર્ટી, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
સુરતના ભેસ્તાન સ્થિત પાલિકા શાળાના વર્ગખંડમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. શાળાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી છે. શિક્ષણ સમિતિએ સિક્યોરિટી ગાર્ડને હટાવી ‘શક્તિ પ્રોટેક્શન’ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. રાત્રિ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ અને તેના સાગરીતો દ્વારા વર્ગખંડમાં દારૂ પાર્ટી કરવામાં આવી હતી. વાલીઓમાં ભારે આક્રોશ છે. હાલમાં સુરક્ષા કર્મી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સુરત પાલિકા શાળામાં દારૂ પાર્ટી, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
બિલ ગેટ્સની દીકરી પર 'ચોરી'નો ગંભીર આરોપ!
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સની પુત્રી ફીબી ગેટ્સ તેના ફેશન-ટેક સ્ટાર્ટઅપ ‘Phia’ ને લઈને વિવાદોમાં છે. કંપની પર ‘Cookie Stuffing’ દ્વારા ઓનલાઇન ખરીદીનું ખોટું કમિશન મેળવવાનો આરોપ છે. આ પ્રક્રિયામાં યુઝરના બ્રાઉઝરમાં ટ્રેકિંગ કૂકીઝ નાખીને Phia સિવાયની ખરીદીનું પણ ક્રેડિટ મેળવી લેવાતું હતું. Nike, Gap અને Nordstrom જેવી બ્રાન્ડ્સના વેચાણ પણ તપાસ હેઠળ છે. Phiaએ સુધારાત્મક પગલાંની જાહેરાત કરી છે, પરંતુ સંસ્થાપકોને 7 મહિનાથી આ બાબતની જાણ હોવાના અહેવાલ છે. અમેરિકન કાયદા મુજબ આ છેતરપિંડીમાં 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે, જોકે નાણાકીય દંડની શક્યતા વધુ છે.
બિલ ગેટ્સની દીકરી પર 'ચોરી'નો ગંભીર આરોપ!
વડોદરામાં વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને બાઇક સવાર ફરાર
વડોદરાના વડસર બ્રિજ નજીક ચાલતી જતી એક વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ ઝૂંટવીને બે બાઇક સવાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અંદાજે અઢી ગ્રામ વજનની આ સોનાની કડીઓ લૂંટીને બાઇકસવાર આરોપીઓ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને બાઇક સવાર ફરાર
વડોદરા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખ સામે જાતિવાદી ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ
વડોદરામાં સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અનુસૂચિત જાતિ (એસ.સી.) મોરચાના પ્રમુખને જાતિ અપમાનિત શબ્દો કહી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. માંજલપુર પોલીસે ભાવિક અમીન નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મહેશ ડાહ્યાભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવિક અમીને ગુજરાત કોંગ્રેસની એસ.સી. મોરચાની ટીકા કરતી અપમાનજનક પોસ્ટ મૂકી હતી. ભાવિક અમીન અગાઉ કોંગ્રેસમાં હતો અને હાલમાં એક અખબારના તંત્રી છે.
વડોદરા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખ સામે જાતિવાદી ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ
કેરટેકરે સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી 75 હજાર ઉપાડ્યા
વડોદરામાં એક ચોંકાવનારી ઘટનામાં, સિનિયર સિટિઝનના કેરટેકર તરીકે કામ કરતા યુવકે વિશ્વાસઘાત કર્યો. તેણે વૃદ્ધનું ATM કાર્ડ ચોરી લીધું અને તેમના એકાઉન્ટમાંથી 75 હજાર રૂપિયા ઉપાડી લીધા. સિટી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિલેશકુમાર શાહે તેમના 76 વર્ષીય કાકા અશ્વિનભાઈ શાહ વતી ફરિયાદ નોંધાવી છે. અશ્વિનભાઈના ઓપરેશન બાદ તેમની દેખરેખ માટે રાખવામાં આવેલા રાજેશ્વરસિંહ નામના કેરટેકરે આ છેતરપિંડી આચરી હતી.
કેરટેકરે સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી 75 હજાર ઉપાડ્યા
8મા પગાર પંચ અંગે દિલ્હીમાં બેઠક:
દિલ્હીમાં 8મા પગાર પંચની જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં NC-JCM અને અન્ય કર્મચારી સંગઠનોએ પગાર, પેન્શન, ભથ્થાં, અને ફીટમેન્ટ ફેક્ટર જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી. AI-NPS-EF એ ન્યૂનતમ પગાર ₹69,000 અને 6% વાર્ષિક ઇન્ક્રીમેન્ટની માંગ કરી, જ્યારે NC-JCM એ 3.83 ના ફીટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો. જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપના, UTs માટે સ્પષ્ટ વ્યવસ્થા, અને શિક્ષકોના સેવા નિયમોમાં સમાનતા જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકાયો.
8મા પગાર પંચ અંગે દિલ્હીમાં બેઠક:
સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલાન્સના આધારે ભાવનગરના વલ્લભીપુરથી આરોપી રમેશ મહીડાને ઝડપી પાડ્યો છે. આરોપી અને પીડિતા એક જ સોસાયટીમાં રહેતા હતા. આરોપીએ સગીરાની અણસમજનો લાભ ઉઠાવી, લગ્નની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
શ્રાવણ માસમાં પૂજા-અર્ચના અને દીપ પ્રાગટ્ય માટે ઘીની માંગ વધતાં, બજારમાં ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નામે શંકાસ્પદ પ્રોડક્ટ્સ વેચાવા લાગી છે. આ પ્રોડક્ટ્સ, જે લગભગ 200-220 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહી છે, તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક પેકિંગ પર ‘માનવ વપરાશ માટે નથી’ તેવી નોંધ હોવા છતાં, ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળતી નથી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને આવી સસ્તી અને શંકાસ્પદ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા અને ભેળસેળિયા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
ભારત અને જાપાન વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગ માટે ઐતિહાસિક MoA પર હસ્તાક્ષર.
ભારત અને જાપાને દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઑફ એરેન્જમેન્ટ (MoA) પર હસ્તાક્ષર કર્યા છે. 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝુમીની ઉપસ્થિતિમાં આ કરાર થયો. આ MoA દરિયાઈ સુરક્ષા, શિપબિલ્ડિંગ, સંયુક્ત સૈન્ય કવાયતો અને સંરક્ષણ ટેક્નોલોજીમાં સહયોગને પ્રોત્સાહન આપશે.
ભારત અને જાપાન વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગ માટે ઐતિહાસિક MoA પર હસ્તાક્ષર.
સોનિયા ગાંધીની આત્મકથા 'Belonging' લોન્ચ: રાહુલ ગાંધી થયા ભાવુક
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીની આત્મકથા 'Belonging: A Journey of Love' નું કવર પેજ લોન્ચ કર્યું. Alfred A. Knopf દ્વારા 10 નવેમ્બર, 2026ના રોજ પ્રકાશિત થનાર આ પુસ્તકમાં સોનિયા ગાંધીના અંગત જીવન, પ્રેમ, પરિવાર અને રાજકીય સફરના અનુભવો છે. રાહુલ ગાંધીએ માતાના સંઘર્ષ અંગે ભાવુક સંદેશ લખ્યો, 'તમે કયા સંજોગોમાંથી પસાર થયા છો તે ફક્ત હું અને પ્રિયંકા જ જાણીએ છીએ.'
સોનિયા ગાંધીની આત્મકથા 'Belonging' લોન્ચ: રાહુલ ગાંધી થયા ભાવુક
૧૯૮૪ શીખ રમખાણોના દોષિત, કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના દોષિત સજ્જન કુમારનું આજે નિધન થયું છે. તેમને દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ૧૯૮૪ના રમખાણોમાં હિંસા ભડકાવવા અને હત્યાના આરોપોમાં દિલ્હી હાઈકોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ દોષસિદ્ધિ બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા સજ્જન કુમાર તિહાર જેલમાં સજા કાપી રહ્યા હતા.
૧૯૮૪ શીખ રમખાણોના દોષિત, કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન
ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વારસિયા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોર બાદ તબીબની ગેરહાજરીમાં ફાર્મસી કર્મચારીએ દર્દીને તપાસ કર્યા વિના દવા આપી દેતાં વિવાદ સર્જાયો. દર્દીએ આરોગ્ય પ્રશ્નો ઉઠાવતાં મજાક ઉડાવ્યાનો આક્ષેપ કર્યો. આ ઘટના બાદ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ અને મીડિયા વચ્ચે ઝપાઝપી થઈ, જેના પગલે પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ. હડકવાની રસી માટે પણ દર્દીઓને કિશનવાડી ધક્કા ખાવા પડે છે.