વિદ્યાર્થીઓ રસ્તા પર, બિસ્માર માર્ગોની ગંભીર સમસ્યા દર્શાવતા વીડિયો વાયરલ
વિદ્યાર્થીઓ રસ્તા પર, બિસ્માર માર્ગોની ગંભીર સમસ્યા દર્શાવતા વીડિયો વાયરલ
Published on: 13th August, 2026

કર્જતની વિદ્યાર્થિનીઓ બાદ હવે ત્ર્યંબકેશ્વર, રત્નાગીરી અને નાગપુરની વિદ્યાર્થીનીઓએ પણ પોતાના વિસ્તારના બિસ્માર રસ્તાઓની વ્યથા વીડિયો દ્વારા રજૂ કરી છે. કર્જતમાં થયેલી કાર્યવાહી બાદ હવે રાજ્યભરમાં તંત્રની પોલ ખુલી રહી છે. રત્નાગિરીની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, ધો. ૧થી ૧૦ સુધી રસ્તાની હાલત યથાવત છે. ત્ર્યંબકેશ્વરમાં બાળકો પ્લાસ્ટિક બોટલનો માઈક બનાવી રસ્તા સુધારવાની માગ કરી રહ્યા છે. નાગપુરની વિદ્યાર્થીનીઓએ સાયકલ પર પંચર અને તકલીફોનો ઉલ્લેખ કરી એસટી બસ શરૂ કરવાની અપીલ કરી છે.