HNGU પાટણનો પદવીદાન સમારંભ 2 માર્ચે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ISRO ડાયરેક્ટરની હાજરીમાં ડિગ્રી એનાયત થશે.
HNGU પાટણનો પદવીદાન સમારંભ 2 માર્ચે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ISRO ડાયરેક્ટરની હાજરીમાં ડિગ્રી એનાયત થશે.
Published on: 28th January, 2026

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 2 માર્ચે પદવીદાન સમારંભ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ISRO અમદાવાદના ડાયરેક્ટર હાજર રહેશે. પાટણમાં આયોજિત સમારંભમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત થશે. કુલપતિ ડો. કિશોર પોરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ મુખ્ય અતિથિ હશે. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પહેલો પદવીદાન સમારંભ છે, જેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના છાત્રોને પદવી એનાયત થશે.