ગણેશ વિસર્જન દિવસે શિક્ષકોને શાળાએ આવવાનો આદેશ
ગણેશ વિસર્જન દિવસે શિક્ષકોને શાળાએ આવવાનો આદેશ
Published on: 24th September, 2026

સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે શિક્ષકો માટે સરકારી ફરમાન આવ્યું છે. બસ સેવા બંધ હોવા છતાં અને રસ્તાઓ પર બેરીકેટિંગ હોવા છતાં, શિક્ષકોને શાળાએ પહોંચી ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરવાનો આદેશ કરાયો છે. શિક્ષકો કેવી રીતે શાળાએ પહોંચશે તેની વ્યવહારુ વ્યવસ્થા કર્યા વિના કરાયેલા આ આદેશથી શિક્ષકોમાં ભારે નારાજગી છે. NGO અને સ્થાનિક આગેવાનોને જોડવા અને કાર્યક્રમના ફોટા-વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવાની સૂચના પણ અપાઈ છે. આ પગલાંથી શિક્ષકોની બિનશૈક્ષણિક કામગીરીનો ભાર વધ્યો છે.