ડભોઈ તાલુકાના 10 ગામના 200 વિદ્યાર્થીઓ માટે માત્ર એક ST બસ
ડભોઈ તાલુકાના 10 ગામના 200 વિદ્યાર્થીઓ માટે માત્ર એક ST બસ
Published on: 07th August, 2026

ડભોઈ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી અભ્યાસ કરવા આવતા 200 થી વધુ વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ ST બસની અપૂરતી સુવિધા છે. શાળાના મુખ્ય સમયે બસની રાહ જોતા વિદ્યાર્થીઓએ કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા તો બસમાં લટકીને જોખમી મુસાફરી કરવી પડે છે. સીમરીયા, પણસોલી, મોતીપુરા, કબીરપુરા, અમરેશ્વર, અકોટાદર સહિત 10 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ આ મુશ્કેલી વેઠી રહ્યા છે. બસ છૂટી જતાં અથવા જગ્યા ન મળતાં, વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં વધારાનો ખર્ચ કરવો પડે છે, જેનાથી તેમનો કિંમતી સમય અને શિક્ષણ બગડી રહ્યું છે.