બોરસદ તાલુકાના કાવીઠા ગામે દીકરીઓને સાયકલ વિતરણ
બોરસદ તાલુકાના કાવીઠા ગામે દીકરીઓને સાયકલ વિતરણ
Published on: 26th September, 2026

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ અને સેવા સંકલ્પ અભિયાનના સહયોગથી શિક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજાયો હતો. આર.બી. પટેલ હાઈસ્કૂલમાં રાજ્યમંત્રી કમલેશ પટેલની હાજરીમાં વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી. આ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમનો હેતુ દીકરીઓને શિક્ષણ મેળવવામાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાનો અને શાળાએ નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાનો છે.