રેલવે ભરતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર!
રેલવે ભરતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર!
Published on: 13th June, 2026

રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનાવવા સૂચના આપી છે. હવે રેલવેની તમામ વિભાગીય પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) દ્વારા લેવાશે. સાથે જ, ટેબ્લેટ આધારિત ટેસ્ટિંગ (TBT)નો વ્યાપ વધારવામાં આવશે. આ પગલાં ભરતી પ્રક્રિયાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવશે. CBT અને TBT બંને ડિજિટલ પદ્ધતિઓ છે, પરંતુ TBT ઓછી સુવિધાઓમાં દૂરના વિસ્તારોમાં પણ પરીક્ષા યોજવામાં મદદરૂપ થશે, જેનાથી નિમણૂકોમાં ઝડપ આવશે.