મહુવા પંથકમાં રાત્રે મહિલાની છેડતી, ઘરમાં તોડફોડ અને ૩ હજારનું નુકસાન
મહુવા પંથકમાં રાત્રે મહિલાની છેડતી, ઘરમાં તોડફોડ અને ૩ હજારનું નુકસાન
Published on: 15th September, 2026

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં મોડી રાત્રે એક શરમનાક ઘટના બની, જ્યાં બીમાર માતાને મળવા ગયેલી મહિલા સાથે બદઇરાદાથી છેડતી કરવામાં આવી અને તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી. ત્રણ શખ્સોએ મહિલાની ઓઢણી ખેંચી, બાવડું પકડયું અને ઘરમાં ઘૂસી કાચ તોડી નાખ્યા. ઘર બહાર પાર્ક કરેલી બાઇકમાં પણ તોડફોડ કરી અંદાજે રૃ.૩ હજારનું નુકસાન પહોંચાડયું. આ અંગે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.