વૉટ્સએપ પર ‘NO’ અને બેંક ખાતું સાફ!
સાયબર ઠગાઈનો નવો પ્રકાર સામે આવ્યો છે, જેમાં વોટ્સએપ પર 'તમારા ક્રેડિટ કાર્ડથી iPhone 15નો ઓર્ડર કન્ફર્મ થયો છે, કેન્સલ કરવા 'NO' લખો' તેવો મેસેજ આવે છે. 'NO' રિપ્લાય કરતા જ ઠગ તમને બેંક અધિકારી તરીકે સંપર્ક કરી લિંક મોકલી એપ ડાઉનલોડ કરાવે છે, જેનાથી OTP અને સ્ક્રીન કંટ્રોલ હેક થઈ લાખો રૂપિયાની ઠગાઈ થાય છે. હૈદરાબાદ પોલીસે આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
