વાવ-થરાદ પોલીસે 48 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી
વાવ-થરાદ પોલીસે 48 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી
Published on: 13th October, 2026

વાવ-થરાદ પોલીસે બાતમીના આધારે એક કારમાંથી 48.09 ગ્રામ અફીણ, 4 મોબાઈલ ફોન અને વાહન મળી કુલ રૂ. 5.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે વિરલ દેસાઈ અને પંકજ રબારી નામના બે આરોપીઓની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અફીણ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે અંગે પૂછપરછ શરૂ કરાઈ છે.