વાપીના રખોલી પુલ પરથી દમણગંગા નદીમાં બે સગીરાનો છલાંગ
વાપીના રખોલી પુલ પરથી દમણગંગા નદીમાં બે સગીરાનો છલાંગ
Published on: 20th August, 2026

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ નજીક આવેલા રખોલી પુલ પરથી બે સગીરાઓએ દમણગંગા નદીમાં છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 17 વર્ષીય એક સગીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 15 વર્ષીય અન્ય સગીરા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ સગીરાને સારવાર અર્થે નમો મેડિકલ હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક છે. બંને સગીરાઓ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.