વલસાડ ફૂડ વિભાગે અબ્રામાની હોટલનો પરવાનો સ્થગિત કર્યો
વલસાડ ફૂડ વિભાગે અબ્રામાની હોટલનો પરવાનો સ્થગિત કર્યો
Published on: 20th August, 2026

વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જિલ્લામાં 08 હોટલ અને રેસ્ટોરન્ટોમાં આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. અબ્રામા સ્થિત 'સબ્જીવાલા હોટલ'માં ભારે ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં તેનો પરવાનો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યો છે. તેમજ 'ચટુરા વેન્ચર' અને 'રામદેવ રેસ્ટોરન્ટ'માં પણ અસ્વચ્છતા જણાતાં ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. પાણીના રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલના પુરાવા રજૂ ન કરી શકવા બદલ આ કાર્યવાહી કરાઈ છે.