ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લાંચના કેસમાં ફસાયા
ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લાંચના કેસમાં ફસાયા
Published on: 09th August, 2026

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ અને એક વચેટિયો ઓનલાઇન જુગારના કેસમાં લાંચ લેતા પકડાયા છે. પોલીસે ઓનલાઇન જુગારમાં ઝડપાયેલા એક આરોપીના કેસને સેટલ કરવા માટે ₹૧૫,૦૦૦ ની લાંચ માંગી હતી. આ મામલે વચેટિયો ઝડપાયો છે અને અન્ય બે પોલીસ કર્મીઓની ધરપકડ માટે તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ પોલીસતંત્ર પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.