ગુજરાતના ડાયાલિસિસ સેન્ટરોમાં 52% સ્ટાફની લાયકાત શંકાસ્પદ
ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના કિડની દર્દીઓ માટે કાર્યરત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં હિમોડાયાલિસિસ ટેકનિશિયનોની ભરતી વિવાદમાં આવી છે. કેગના અહેવાલ મુજબ, 662 ટેકનિશિયનોમાંથી 346 (52%) એ માન્ય યુનિવર્સિટીને બદલે 'ભારત સેવક સમાજ'ના સર્ટિફિકેટ પર નોકરી મેળવી છે. કેટલાક ઓફર લેટરમાં નોકરીના એક વર્ષમાં ધોરણ 12 પાસ કરવાની શરતનો પણ ઉલ્લેખ છે, જે લાયકાત પર પ્રશ્નાર્થ સર્જે છે.
