અમરેલીમાં વૃદ્ધ પર છરી હુમલો કરનાર 2 આરોપી ઝડપાયા
અમરેલીમાં વૃદ્ધ પર છરી હુમલો કરનાર 2 આરોપી ઝડપાયા
Published on: 19th June, 2026

અમરેલીના ચક્કરગઢ રોડ પર રામદેવપીરના મંદિર નજીક 15 દિવસ પહેલા વૃદ્ધ પર છરી અને લાકડી વડે હુમલો કરનાર ત્રણેય શખ્સોમાંથી બેને અમરેલી LCBએ ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં 65 વર્ષીય મનસુખભાઈ ડોબરિયા પર કેતન ગજેરા, અજય ગજેરા અને અન્ય એક શખ્સે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. પોલીસ અન્ય એક અજાણ્યા આરોપીની શોધખોળ કરી રહી છે.