ત્રણ મહિના બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કરી LNG જહાજ 'દિશા' ગુજરાત પહોંચ્યું!
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. LNG tanker Disha Dahej port પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' પાર કરીને આ જહાજ ભરૂચ જિલ્લાના દહેજ પોર્ટ પર લાંગર્યું. કતારથી 62,370 મેટ્રિક ટન LNG લઈને આવેલું આ જહાજ ત્રણ મહિનાથી ખાડી વિસ્તારમાં અટવાયેલું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને Petronet LNG Limited માટે આ એક મોટી સફળતા છે.
ત્રણ મહિના બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કરી LNG જહાજ 'દિશા' ગુજરાત પહોંચ્યું!
Jio, Airtel, Vi: સૌથી સસ્તા 5G પ્લાન અને તેમના ફાયદા?
ભારતી એરટેલનો સૌથી સસ્તો 5G પ્લાન હાલમાં ₹379 નો છે. આ પ્લાન 2GB દૈનિક ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ ઓફર કરે છે. વોડાફોન આઈડિયા ઘણા રાજ્યો અને મોટાભાગના સર્કલમાં ₹349 માં તેનો સૌથી સસ્તો 5G પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાન 1.5GB દૈનિક ડેટા ઓફર કરે છે. રિલાયન્સ જિયો તેનો સૌથી સસ્તો 5G પ્લાન માત્ર 198 રૂપિયામાં ઓફર કરે છે. આ પ્લાન સાથે, વપરાશકર્તાઓને 2GB દૈનિક ડેટા, અમર્યાદિત વોઇસ કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે.
Jio, Airtel, Vi: સૌથી સસ્તા 5G પ્લાન અને તેમના ફાયદા?
અમેરિકામાં ઇઝરાયલ નીતિ ટીકા અને નેતાઓનું રાજકીય ભવિષ્ય
અમેરિકા અને ઇઝરાયલના મજબૂત સંબંધો પાછળ અમેરિકન રાજકારણનું એક એવું પાસું છે જ્યાં ઇઝરાયલની નીતિઓની ટીકા કરનારા નેતાઓને ઘણીવાર રાજકીય કિંમત ચૂકવવી પડે છે. આ મુદ્દો માત્ર વિદેશ નીતિ પૂરતો સીમિત નથી, પરંતુ ચૂંટણી, ભંડોળ અને લોબિંગ સાથે જોડાયેલો છે. જિમી કાર્ટર, જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ, અને તાજેતરમાં જામાલ બોમેન અને કોરી બુશ જેવા નેતાઓએ ઇઝરાયલ સાથેના મતભેદોને કારણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જોકે, ઇઝરાયલ તરફી લોબિંગ અસરકારક હોવા છતાં, અમેરિકી વિદેશ નીતિ અને નેતાઓની હારમાં અન્ય અનેક પરિબળો પણ ભૂમિકા ભજવે છે.
અમેરિકામાં ઇઝરાયલ નીતિ ટીકા અને નેતાઓનું રાજકીય ભવિષ્ય
ગુજરાત હાઈકોર્ટનો સરકાર પર કટાક્ષ: ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી કેમ બની રહી નથી?
ગુજરાત હાઈકોર્ટે ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીના મુદ્દે રાજ્ય સરકારની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકાર કોર્ટના આદેશોની અવગણના કરી રહી છે. ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ જાહેરહિતની અરજીમાં, હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે છેલ્લા એક વર્ષથી શું કાર્યવાહી કરવામાં આવી છે? ડ્રાફ્ટ પોલિસીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, 90 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં પોલિસી બનાવવામાં આવી નથી, જેના કારણે સરકાર કન્ટેમ્પટ ઓફ કોર્ટ હેઠળ આવી શકે છે. હાઈકોર્ટે સરકારને વધુ સમય આપવાનો ઇનકાર કર્યો અને મુદત વધારવાની અરજી ફગાવી દીધી.
ગુજરાત હાઈકોર્ટનો સરકાર પર કટાક્ષ: ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી કેમ બની રહી નથી?
ન્યૂ યોર્કની ઘોડાગાડી: ભારતીય યુવકના મોત બાદ 200 વર્ષ જૂની પરંપરા પર સવાલો
ન્યૂ યોર્ક સિટીની 200 વર્ષ જૂની ઘોડાગાડી પરંપરા એક ભારતીય યુવકના દુઃખદ મૃત્યુ બાદ ફરી ચર્ચામાં આવી છે. 18 વર્ષીય રોમાંચ મહાજન, તેના માતા-પિતાને બચાવવા ગાડીમાંથી નીચે પડ્યો, જેના કારણે તેનું મોત થયું. આ ઘટના બાદ પ્રાણી અધિકાર કાર્યકરો અને કેટલાક રાજકારણીઓ ઘોડાગાડી સેવા બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આધુનિક શહેરમાં આવી વ્યવસ્થાનું કોઈ સ્થાન નથી. ઘોડાગાડીના માલિકો અને ડ્રાઇવરો પોતાની આજીવિકા માટે આ પરંપરા ચાલુ રાખવાની હિમાયત કરી રહ્યા છે.
ન્યૂ યોર્કની ઘોડાગાડી: ભારતીય યુવકના મોત બાદ 200 વર્ષ જૂની પરંપરા પર સવાલો
અમેરિકા-કતર મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ
મિડિલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભયાનક લડાઈ બાદ હવે બંને પક્ષો સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકા-કતારની મધ્યસ્થતા અને ઈરાનના સહયોગથી આ ડીલ થઈ છે. આ ડીલ હેઠળ તમામ મોરચે સૈન્ય ઓપરેશન્સ તાત્કાલિક બંધ કરવામાં આવશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 100% સંમત છે, જોકે સત્તાવાર પુષ્ટિ બાકી છે. યુદ્ધવિરામ પહેલા ભીષણ હુમલા થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના દબાણની પણ અસર જોવા મળી.
અમેરિકા-કતર મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલવાનો અધિકાર બંધારણ હેઠળનો મૌલિક અધિકાર છે. કોર્ટે કેન્દ્ર સરકારને પગપાળા ચાલતા લોકો માટે કાયદો બનાવવા અને સ્થાનિક તંત્રની જવાબદારી નક્કી કરવા સૂચના આપી છે. કોર્ટે કહ્યું કે રસ્તાઓ સાથે યોગ્ય ફૂટપાથ અને ક્રોસિંગની સુવિધા આપવી જરૂરી છે. 2016માં 5 વર્ષના બાળકના અકસ્માત મૃત્યુ કેસમાં કોર્ટે વળતર વધારી ₹11.44 લાખ કર્યું અને વીમા કંપનીને બે મહિનામાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ: ભાજપના ધારાસભ્યો પર પક્ષ ભડક્યો!
કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ અને જેડીએસના ધારાસભ્યો દ્વારા થયેલા મોટા પાયે ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસને ફાયદો થયો છે. આ ઘટનાક્રમથી કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામી ભારે નારાજ છે. વિજયેન્દ્રએ જણાવ્યું કે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને માફ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી અને તેમની સામે કડક કાર્યવાહી થશે. જેડીએસને પોતાની પરંપરાગત બેઠક ગુમાવવી પડી છે, જેના પર કુમારસ્વામીએ કહ્યું કે જે પક્ષ છોડવા માંગે છે તે જઈ શકે છે અને હવે 'GenZ' નેતાઓ પર ભરોસો મુકશે.
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ: ભાજપના ધારાસભ્યો પર પક્ષ ભડક્યો!
સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકતાં જ ભારતમાં VPNના વપરાશમાં રેકોર્ડબ્રેક ઉછાળો!
ભારતમાં પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક અટકાવવા માટે સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂકતા VPNના ઉપયોગમાં ભારે વધારો નોંધાયો છે. પ્રોટોન VPN મુજબ રજીસ્ટ્રેશનમાં 150%નો ઉછાળો આવ્યો છે અને “VPN for Telegram” જેવા સર્ચ પણ વધ્યા છે. NTAએ NEET-UG પેપર લીકના દાવાઓને ફગાવ્યા છે. ટેલિગ્રામના CEO પાવેલ દુરોવે પ્રતિબંધની ટીકા કરી છે, જ્યારે ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને પણ સમગ્ર પ્લેટફોર્મને બ્લોક કરવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે.
સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકતાં જ ભારતમાં VPNના વપરાશમાં રેકોર્ડબ્રેક ઉછાળો!
સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ. 7,000 અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવા અને ચાલુ વર્ષે ફરી દરો વધારવાના સંકેતો આપતા વૈશ્વિક દબાણ હેઠળ બજારમાં મોટી વેચવાલી થઈ છે. બે દિવસમાં સોનામાં ₹૭,૦૦૦ અને ચાંદીમાં ₹૨૨,૦૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનું તેના ઓલ ટાઈમ હાઈથી ₹૪૬,૦૦૦ અને ચાંદી આશરે ₹૧.૯૦ લાખ સસ્તી થઈ છે. શુક્રવારે એક જ દિવસમાં સોનામાં ₹૨,૬૩૩ અને ચાંદીમાં ₹૭,૩૧૩ની ભારે ઉથલ-પાથલ જોવા મળી હતી.
સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ. 7,000 અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો.
ટીમ ઇન્ડિયામાં રાતોરાત ઘાતક ઓલરાઉન્ડરની એન્ટ્રી!
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સીરિઝની અંતિમ મેચ પહેલા ભારતીય ટીમમાં એક મહત્વનો બદલાવ થયો છે. ચેન્નાઈમાં રમાનારી ત્રીજી વનડે માટે યુવા ઓલરાઉન્ડર Harshit Rana ને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે, જેની પુષ્ટિ BCCI દ્વારા કરવામાં આવી છે. લાંબા સમયથી ઈજાને કારણે ક્રિકેટથી દૂર રહેલો હર્ષિત રાણા હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. 4 ફેબ્રુઆરીએ થયેલી ઈજા બાદ તે T20 વર્લ્ડ કપ અને IPL 2026 રમી શક્યો ન હતો. તેણે પોતાનું રિહેબિલિટેશન પૂર્ણ કર્યું છે.
ટીમ ઇન્ડિયામાં રાતોરાત ઘાતક ઓલરાઉન્ડરની એન્ટ્રી!
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર હવે મળશે સ્પિડ લિમિટના મેમો!
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર બેફામ ડ્રાઇવિંગ પર લગામ કસવા NHAI અને RTO એક્શન મોડમાં છે. ગુરુવારથી સ્પિડ ડિટેક્શન સિસ્ટમ લાઈવ થતાં જ પ્રથમ દિવસે 178 વાહનચાલકો સ્પિડ લિમિટનું ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા, જેમને ઘરે ઈ-ચલણ મોકલાયા. એક્સપ્રેસવે પર સતત વધી રહેલા અકસ્માતોને રોકવા આ પગલું લેવાયું છે. દર 10 કિલોમીટરે અત્યાધુનિક કેમેરા વાહનોની ગતિ પર 24 કલાક નજર રાખશે. મુસાફરોની સુરક્ષા માટે બંને દિશામાં દરેક લેન માટે અલગ સ્પિડ લિમિટ નક્કી કરાઈ છે, જેનું ઉલ્લંઘન કરવા પર આકરા દંડની જોગવાઈ છે.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર હવે મળશે સ્પિડ લિમિટના મેમો!
અમદાવાદની ગીતામંદિર ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ
અમદાવાદના ગીતામંદિર પાસે આરોગ્ય ભવન સામે આવેલી એક ગેસ એજન્સીમાં સિલિન્ડર લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં 3 લોકો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 70 જેટલા ગેસ સિલિન્ડર બહાર કાઢી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. આ ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવતા બળી ગયા હતા.
અમદાવાદની ગીતામંદિર ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ
અમદાવાદ AMC ચોમાસા માટે સજ્જ: WhatsApp થી ફરિયાદ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલડી ખાતે 1 જૂનથી 24 કલાક કાર્યરત મુખ્ય મોનસુન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ શહેરના સાત ઝોનના 25 કંટ્રોલ રૂમો અને અન્ડરપાસ સાથે CCTV અને વાયરલેસ સિસ્ટમથી જોડાયેલો છે. હવે શહેરીજનો WhatsApp દ્વારા ચોમાસા સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે, જેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવશે. ચોમાસાની સચોટ માહિતી માટે 42 ઓટોમેટિક રેઈન ગેજ અને 13 એનાલોગ રેઈન ડેટા લોગર પણ કાર્યરત છે.
અમદાવાદ AMC ચોમાસા માટે સજ્જ: WhatsApp થી ફરિયાદ.
NEET-UG Re-Exam પહેલા દેશભરમાં મોક ડ્રિલ.
NEET UG Re-Exam 2026 માટે સરકાર અને NTA સજ્જ છે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હેઠળ, દેશભરના પરીક્ષા કેન્દ્રો પર શનિવારે સવારે 9 થી મોડી રાત સુધી વ્યાપક મોક ડ્રિલ યોજાઈ. અંદાજે 2.5 લાખ સુરક્ષાકર્મીઓ જોડાશે. પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓની સુરક્ષા અર્ધસૈનિક દળોને સોંપાઈ છે. 5000+ પરીક્ષા કેન્દ્રો પર CCTVનું લાઈવ મોનિટરિંગ NTA દ્વારા થશે. સોશિયલ મીડિયા પર 24 કલાક નજર રખાશે. 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
NEET-UG Re-Exam પહેલા દેશભરમાં મોક ડ્રિલ.
સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો.
અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ ગામે ખેડૂતોને પૂર્વ નોટિસ આપ્યા વિના કે વળતર ચૂકવ્યા વગર સિંચાઈ વિભાગે ખેતરોમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરતાં ભારે વિવાદ સર્જાયો છે. રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓએ ભેગા મળીને આ કામગીરી અટકાવી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસના કડક વલણ સામે ખેડૂતોએ દમનનો આક્ષેપ કર્યો છે. વચોવચ લાઇન નાખવાથી વર્ષો જૂની ફળદ્રુપ જમીન કાયમ માટે નકામી થઈ જવાની ભીતિ હોવાથી, ખેડૂતોએ યોગ્ય વળતર અને લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી કામ આગળ વધવા ન દેવાની ચીમકી ઉચ્ચારી છે.
સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો.
જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી, સમાજની કરૂણતા: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટમાં મહિલા કેદીઓ માટે ઓપન કરેક્ષ્નલ ઇન્સ્ટિટ્યુશન (OCI) અને તેમના પુનઃઉત્થાન અંગે ચીફ જસ્ટિસે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, સમાજમાંથી પાછી પડેલી મહિલાઓને કોઈ સ્વીકારતું નથી, જેના કારણે તેમની માનસિક હાલત વધુ દયનીય બને છે. આર્થિક રીતે સ્વતંત્ર ન હોવાથી સમાજ તેમને ગંભીરતાથી લેતો નથી. હાઈકોર્ટે સરકારને આવી મહિલાઓ માટે યોજના લાવવા અને સ્ટેટ લીગલ સર્વિસ કમિટીને 4 સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે, જેથી તેઓ ફરીથી સમાજમાં જોડાઈ શકે અને આત્મસન્માન પાછું મેળવી શકે.
જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી, સમાજની કરૂણતા: ગુજરાત હાઈકોર્ટ
ઈઝરાયલના હુમલામાં લેબેનોનમાં 18ના મોત.
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારના એક દિવસ બાદ જ લેબેનોનમાં ફરી ભીષણ હુમલા થયા છે. ઈઝરાયલ દ્વારા દક્ષિણ લેબેનોનમાં કરાયેલા એરસ્ટ્રાઈકમાં લગભગ 18 લોકોના મોત અને 33થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી સેનાએ પણ 4 સૈનિકો ગુમાવ્યા છે. આ હિંસક ઘટનાઓએ અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. ઈઝરાયલે હિઝબુલ્લાહના 80 લક્ષ્યો પર હુમલા કર્યાનો દાવો કર્યો છે. આ સ્થિતિમાં અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે.
ઈઝરાયલના હુમલામાં લેબેનોનમાં 18ના મોત.
રથયાત્રામાં 18 હાથીઓ પર લાગશે 360 Degree કેમેરા.
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં આ વર્ષે સુરક્ષા માટે ટેકનોલોજીનો અનોખો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રામાં જોડાનારા તમામ 18 હાથીઓ પર GPS ટ્રેકિંગ, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આનાથી પોલીસ કંટ્રોલ રૂમમાંથી હાથીઓની હિલચાલ અને આસપાસની ભીડ પર નજર રાખી શકાશે. જો કોઈ હાથી રૂટ બદલશે તો તાત્કાલિક એલર્ટ મળશે. 360 ડિગ્રી કેમેરાથી લાઈવ ફીડ મળશે અને સાઉન્ડ-લેવલ મોનિટરિંગથી હાથીઓ પર અવાજના કારણે થતા તણાવનું ધ્યાન રખાશે.
રથયાત્રામાં 18 હાથીઓ પર લાગશે 360 Degree કેમેરા.
જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પત્ની પર કુહાડીથી કર્યો હુમલો.
અમદાવાદના પથ્થરકુવા વિસ્તારમાં જ્યોતિસંઘ સંસ્થામાં બાળકોની કસ્ટડીના કાઉન્સેલિંગ દરમિયાન એક મહિલા પર તેના પતિએ કુહાડીથી હુમલો કર્યો. બાળકોના કસ્ટડીના વિવાદમાં ઉશ્કેરાયેલા પતિ વિજય રાવળે પત્ની દક્ષાબહેનના પગ પર કુહાડી મારી. ઈજાગ્રસ્ત દક્ષાબહેનને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પારિવારિક વિખવાદ અને પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળીને દક્ષાબહેન છેલ્લા ત્રણ મહિનાથી અલગ રહેતા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પત્ની પર કુહાડીથી કર્યો હુમલો.
ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું
છોટાઉદેપુરના બોડેલી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બોડેલી-હાલોલ રોડ પર આવેલું એક મહત્વનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. પંચમહાલ જિલ્લાના ખાખરિયા ગામ નજીક કોતર પર નવા પુલનું કામ ચાલુ હોવાથી તંત્ર દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે, કોતરમાં પાણીની ભારે આવક થતાં માટી-પથ્થરોથી બનેલો આ હંગામી રસ્તો વહી ગયો છે. આ મુખ્ય હાઇવે સંપૂર્ણપણે બંધ થતાં રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી છે અને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકો તેમજ મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું
ક્રિકેટર યુવકને અનોખી વિદાય: બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા.
અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં ક્રિકેટ પ્રત્યે અદમ્ય પ્રેમ ધરાવતા યુવક રોહિતને તેના પરિવારજનો અને મિત્રો દ્વારા ભાવુક અને અનોખી વિદાય આપવામાં આવી. બીમારીને કારણે નિધન પામેલા રોહિતની અંતિમ યાત્રામાં તેના પાર્થિવ દેહ સાથે ક્રિકેટનું બેટ અને બોલ રાખવામાં આવ્યા હતા. રોહિત એક શાનદાર ખેલાડી અને પ્રતિભાશાળી બોલર તરીકે જાણીતો હતો. ક્રિકેટ પ્રત્યેના તેના સમર્પણને આ રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે આ અનોખો નિર્ણય લેવાયો હતો, જેણે ઉપસ્થિત સૌને ભાવુક કરી દીધા.
ક્રિકેટર યુવકને અનોખી વિદાય: બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા.
રામમંદિર બાદ કર્ણાટકના યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી.
કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલા ઐતિહાસિક યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી દાનપાત્ર (હુંડી) માંથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના મુખ્ય પૂજારી નારાયણ ભટ્ટ સહિત કુલ છ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પગલાં ચોરીમાં સીધી સંલિપ્તતાને બદલે સુરક્ષા વ્યવસ્થામાં ઘોર બેદરકારી અને વહીવટી જવાબદારી નિભાવવામાં થયેલી ચૂક બદલ લેવાયા છે. માંડ્યાના ડેપ્યુટી કમિશનર દ્વારા આ સુરક્ષા ખામીને ગંભીર ગણાવ્યા બાદ આ આદેશ જારી કરાયો છે. હાલ પોલીસ અને વહીવટી એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચાલુ છે.
રામમંદિર બાદ કર્ણાટકના યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી.
બગોદરા-ધંધુકા હાઈવે પર કાર ચાલકનું નિયંત્રણ ગુમાવતા ભયાનક અકસ્માત.
બગોદરા-ધંધુકા હાઈવે પર ધીંગડા ગામ નજીક એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે હવામાં છથી સાત ગુલાંટ મારી હતી. આ ગંભીર અકસ્માતમાં કાર 100 મીટર સુધી ઢસડાઈ હતી. સુરતથી વતન ઉના જઈ રહેલા મુસાફરોમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બચાવ કાર્ય બાદ બાળકને સારવાર માટે ખસેડાયું અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બગોદરા-ધંધુકા હાઈવે પર કાર ચાલકનું નિયંત્રણ ગુમાવતા ભયાનક અકસ્માત.
JIOના IPOની જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી સંભાળશે નેતૃત્વ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 49મી વાર્ષિક સામાન્ય સભામાં Reliance Jio IPOની સત્તાવાર જાહેરાત કરી છે. જિયો પ્લેટફોર્મ્સના બોર્ડ દ્વારા DRHP મંજૂર કરાયા છે અને SEBI પાસે ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મેગા IPOનું નેતૃત્વ ઈશા, આકાશ અને અનંત અંબાણી કરશે, જે રિલાયન્સના ભવિષ્યમાં મૂલ્ય નિર્માણ (value creation)ની તકોનું નેતૃત્વ કરશે. Jio, જે ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે અને ડિજિટલ સર્વિસિસમાં પણ વિસ્તરી રહી છે, તેનું લિસ્ટિંગ ભારતની ટેકનોલોજી ક્ષમતા દર્શાવશે. NSEના IPO ફાઇલિંગના એક દિવસ બાદ Jioનું આ પગલું ભારતીય મૂડીબજાર માટે ઐતિહાસિક બનશે.
JIOના IPOની જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી સંભાળશે નેતૃત્વ
ખેડાના ગળતેશ્વરમાં 8 કલાકમાં 3 ઇંચ વરસાદ.
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ બની છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને પંચમહાલ, છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. ગઈકાલ સવાર સુધીમાં 46 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલ અને શહેરામાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં 8 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ખેડાના ગળતેશ્વરમાં 8 કલાકમાં 3 ઇંચ વરસાદ.
રામ મંદિર દાન ચોરી વિવાદ: CM યોગીનું SIT તપાસ પર પ્રથમ નિવેદન
રામ મંદિર દાન ચોરીના કથિત મામલે ચાલી રહેલી ચર્ચાઓ અને SIT તપાસ વચ્ચે CM યોગી આદિત્યનાથે શાંત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "તમે રામ મંદિર માટે 500 વર્ષ રાહ જોઈ, તો 15 દિવસ વધુ રાહ જુઓ. SIT દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે." તેમણે રામ ભક્તોને અપીલ કરી કે તપાસ દરમિયાન કોઈ બિનજરૂરી નિવેદનબાજી ન કરે, જેનાથી ભક્તોની લાગણી દુભાય. જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેને બક્ષવામાં નહીં આવે. યોગીએ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા.
રામ મંદિર દાન ચોરી વિવાદ: CM યોગીનું SIT તપાસ પર પ્રથમ નિવેદન
અમીરોનો દેશ છોડવાનો રેકોર્ડ: 1.65 લાખ કરોડપતિ નવી ભૂમિ શોધશે
વૈશ્વિક સ્તરે અમીરોનું દેશ છોડવાનું પ્રમાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ‘Henley Private Wealth Migration Report 2026’ મુજબ, આ વર્ષે 1.65 લાખ કરોડપતિઓ સુરક્ષા, બહેતર જીવનશૈલી અને રોકાણની શોધમાં પોતાનો દેશ છોડશે. આ સંખ્યા છેલ્લા દાયકામાં ત્રણ ગણી વધી છે. UAE 85.3ના વેલ્થ મોબિલિટી સ્કોર સાથે અમીરોની પ્રથમ પસંદગી બન્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાંથી પણ મોટી સંખ્યામાં અમીરો સ્થળાંતર કરી રહ્યા છે, જે આ દેશો માટે ચિંતાનો વિષય છે. ભારતીય અમીરો પણ કડક ટેક્સ નિયમોને કારણે સ્થળાંતર કરી રહ્યા છે.
અમીરોનો દેશ છોડવાનો રેકોર્ડ: 1.65 લાખ કરોડપતિ નવી ભૂમિ શોધશે
સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાંમાં ૮% ઘટાડો, કુલ રૂ. ૩૬,૭૯૩ કરોડ
સ્વિસ બેન્ક દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ, સ્વિટ્ઝર્લેન્ડની બેન્કોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલા નાણાંમાં ૨૦૨૫માં ૮% ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા સાથે કુલ રકમ રૂ. ૩૬,૭૯૩ કરોડ (૩.૨૫ અબજ સ્વિસ ફ્રેન્ક) થઈ ગઈ છે. મુખ્યત્વે સ્થાનિક બ્રાન્ચો પાસેના ફંડમાં ઘટાડો થતાં આ આંકડો ઘટ્યો છે, જોકે વ્યક્તિગત અને સંસ્થાકીય ખાતાઓમાં ૫૦% નો વધારો થયો છે. આ યાદીમાં ભારત ૪૬મા ક્રમે છે.
સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાંમાં ૮% ઘટાડો, કુલ રૂ. ૩૬,૭૯૩ કરોડ
અમદાવાદ રથયાત્રા પૂર્વે જળયાત્રા માટે સાબરમતીમાં પાણી અને કુબેર નગરમાં ફૂટબ્રિજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આગામી રથયાત્રા અને શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. 29 જૂનની જળયાત્રા માટે 22 જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે. ફૂટપાથ પર થતા દબાણોને નિયંત્રિત કરવા માટે હવે ફૂટપાથની પહોળાઈ ઓછી રાખવાનો નિર્ણય કરાયો છે. ભવિષ્યમાં રોડ ખોદકામ ટાળવા માટે યુટિલિટી લાઈનો સાઈડમાં હશે ત્યાં જ વ્હાઇટ ટોપિંગ કે RCC રોડ બનશે. કુબેરનગર અંડરપાસ પાસે ITI વિદ્યાર્થીઓની સુવિધા માટે તાત્કાલિક ફૂટબ્રિજ બનાવવામાં આવશે.
અમદાવાદ રથયાત્રા પૂર્વે જળયાત્રા માટે સાબરમતીમાં પાણી અને કુબેર નગરમાં ફૂટબ્રિજ
શ્રીસંતનો ગૌતમ ગંભીર પર આકરો પ્રહાર: 'હેડ કોચને હટાવી ધોનીને મેન્ટર બનાવો'
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે. શ્રીસંતે કહ્યું છે કે ગંભીરનું ટીમમાં કોઈ કામ નથી અને તેમને તાત્કાલિક અસરથી હટાવી દેવા જોઈએ. તેના સ્થાને મહેન્દ્ર સિંહ ધોની જેવા મેન્ટરની જરૂર છે, જે ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ ઉભું નથી કરતા. શ્રીસંતે ગંભીરને ICC T20 વર્લ્ડ કપ જીતનો શ્રેય આપવાનો પણ ઇનકાર કર્યો છે.