ગુજરાત હાઈકોર્ટનો સરકાર પર કટાક્ષ: ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી કેમ બની રહી નથી?
ગુજરાત હાઈકોર્ટનો સરકાર પર કટાક્ષ: ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી કેમ બની રહી નથી?
Published on: 19th June, 2026

ગુજરાત હાઈકોર્ટે ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીના મુદ્દે રાજ્ય સરકારની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકાર કોર્ટના આદેશોની અવગણના કરી રહી છે. ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ જાહેરહિતની અરજીમાં, હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે છેલ્લા એક વર્ષથી શું કાર્યવાહી કરવામાં આવી છે? ડ્રાફ્ટ પોલિસીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, 90 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં પોલિસી બનાવવામાં આવી નથી, જેના કારણે સરકાર કન્ટેમ્પટ ઓફ કોર્ટ હેઠળ આવી શકે છે. હાઈકોર્ટે સરકારને વધુ સમય આપવાનો ઇનકાર કર્યો અને મુદત વધારવાની અરજી ફગાવી દીધી.