સુરતમાં મા-દીકરીના રહસ્યમય મોત!
સુરતમાં મા-દીકરીના રહસ્યમય મોત!
Published on: 03rd September, 2026

સુરતના પૂણા કેનાલ રોડ પર શિવનગર સોસાયટીમાં 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને પુત્રી મુસ્કાનના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા છે. ઘટનાસ્થળેથી બંનેના મોબાઈલ ફોન ગાયબ છે, જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘેરાયું છે. પરિવારજનોએ આયોજનબદ્ધ હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પૂણા પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહોને PM માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે. ગાયબ મોબાઈલની CDR અને ફોરેન્સિક પુરાવાઓ આધારે પોલીસ તપાસ તેજ કરી રહી છે.