વડોદરાના શ્રી અંબિકા જ્વેલર્સમાંથી ૮.૨૮ કરોડના દાગીનાની ચોરી
વડોદરાના શ્રી અંબિકા જ્વેલર્સમાંથી ૮.૨૮ કરોડના દાગીનાની ચોરી
Published on: 13th October, 2026

વડોદરામાં વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સમાંથી ૮.૨૮ કરોડ રૂપિયાના સાડા પાંચ કિલો સોનાના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. મુંબઈની શુગન ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડના સેલ્સ મેનેજરે દુકાનદાર ભાવિક સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દાગીના ભરેલી બેગ દુકાનમાં મુકાવી દુકાનદાર જમવા ગયો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.