સુરેન્દ્રનગર: દસાડા-વઢવાણ ગ્રામ્યમાં જુગાર પર પોલીસનો સપાટો, 9 ઝડપાયા, 5 ફરાર
સુરેન્દ્રનગર: દસાડા-વઢવાણ ગ્રામ્યમાં જુગાર પર પોલીસનો સપાટો, 9 ઝડપાયા, 5 ફરાર
Published on: 02nd August, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ઝીંઝુવાડા અને વઢવાણના કોઠારીયા-મેમકા રોડ પર પોલીસે જુગારધામ પર સફળ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, કુલ 9 જુગારીઓને રોકડા રૂ. 74,600 ની મત્તા સાથે ઝડપી લેવાયા છે. જોકે, પાંચ શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઝીંઝુવાડા અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી, ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.