ધ્રાંગધ્રા પોલીસે હળવદ સુધી પીછો કરી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો
ધ્રાંગધ્રા પોલીસે હળવદ સુધી પીછો કરી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો
Published on: 20th August, 2026

ધ્રાંગધ્રા તાલુકા પોલીસને માલવણ તરફથી મોરબી બાજુ વિદેશી દારૂ ભરેલ ક્રેટા કાર પસાર થવાની બાતમી મળતાં કલ્પના ચોકડીએ વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરાતાં ચાલકે હળવદ તરફ કાર ભગાવી હતી. હળવદ પોલીસને જાણ કરી રસ્તો બ્લોક કરતાં કાર ચાલક કાર મૂકી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને દબોચી લીધો. કારમાંથી દારૂના 1182 ચપલા અને બીયરના 624 ટીન મળી આવ્યા હતા. પોલીસે રાજસ્થાનના ગંગારામ અંબારામ દેવાસીની દારૂ, કાર, મોબાઈલ સહિત રૂ. 7,45,750ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.