સુરેન્દ્રનગરના થાન પંથકમાંથી 5 હથિયારો સાથે 3 આરોપીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરના થાન પંથકમાંથી 5 હથિયારો સાથે 3 આરોપીઓ ઝડપાયા
Published on: 23rd July, 2026

સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાન પંથકમાંથી 5 ગેરકાયદેસર હથિયારો અને 4 કારતુસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં રાહુલ ઉર્ફે ચોટી, રાજુ કાળુભાઈ પરમાર અને રૂપાવટી ગામના મેલુ પુનાભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ હથિયારો 2 વર્ષ પહેલા થાનના મેહુલ ઉર્ફે ટેણો અમરાભાઈ પરમાર પાસેથી ખરીદ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 65,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી મેહુલ પરમારને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.