સુરતમાં જન્માષ્ટમીએ જુગારધામો પર પોલીસના દરોડા
સુરતમાં જન્માષ્ટમીએ જુગારધામો પર પોલીસના દરોડા
Published on: 05th September, 2026

સુરત શહેરના વરાછા વિસ્તારમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન ગેરકાયદેસર જુગાર રમતા 30 જેટલા ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ચોક્કસ બાતમીના આધારે વરાછા પોલીસે ચાર જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ.57,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.