સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
Published on: 03rd September, 2026

સુરત શહેરના સારોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગંભીર ગુનો આચરનાર મુખ્ય આરોપી સલમાન સબીર અલી, જે પોલીસને ચકમો આપી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો, તેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી અને લોકેશનના આધારે દબોચી લીધો છે. આ પહેલા સરથાણા પોલીસે ભોગ બનનાર સગીરાને હરિયાણાના સોનીપતથી સલામત શોધી કાઢી હતી. આરોપી સામે અપહરણ અને POCSO એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.