રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી 5.02 લાખના ગાંજા સાથે બિહારનો યુવક ઝડપાયો
રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી 5.02 લાખના ગાંજા સાથે બિહારનો યુવક ઝડપાયો
Published on: 05th September, 2026

રાજકોટ SOG Police એ રેલવે સ્ટેશન નજીકથી 9.935 કિલો ગાંજા સાથે બિહારના સંતોષકુમાર કહાન નામના યુવકને ઝડપી પાડ્યો છે. આ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 5.02 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં, આરોપી બિહારથી ટ્રેન મારફતે રાજકોટમાં ગાંજાનો જથ્થો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. SOG Police એ NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં આ ગાંજાના સપ્લાયર અને રાજકોટમાં રહેલા નેટવર્કનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.