ભાવનગર જિલ્લામાં ૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ
ભાવનગર જિલ્લામાં ૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ
Published on: 13th October, 2026

ભાવનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ઘોઘા ગામના કસ્બાવાડા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય મોઇનભાઇ શેખની અંગત અદાવતમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી. આશરે બે માસ પૂર્વે ગાડી ચલાવવા બાબતે થયેલી માથાકૂટની પૂર્વ રજિશ રાખી આરોપીઓએ આ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મોઇનભાઇને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું.