અમદાવાદમાં AI થી બોગસ રેલવે ટિકિટ બનાવવાનું રેકેટ ઝડપાયું
અમદાવાદ રેલવે પોલીસે ગુગલ AI એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવટી રેલવે ટિકિટ બનાવી મુસાફરી કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતાથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસમાં બે મુસાફરો પાસેથી શંકાસ્પદ ટિકિટ મળી હતી. તપાસ બાદ, બનાવટી ટિકિટ બનાવનાર ગોંડલના મનમોહન સહિત ત્રણ શખસોની ધરપકડ કરી જેલહવાલે કરાયા છે.
