જામનગર જિલ્લા જેલમાંથી ગેરકાયદેસર મોબાઇલ નેટવર્કનો પર્દાફાશ, 5 શખસો ઝડપાયા
જામનગર જિલ્લા જેલમાંથી ગેરકાયદેસર મોબાઇલ નેટવર્કનો પર્દાફાશ, 5 શખસો ઝડપાયા
Published on: 25th July, 2026

જામનગર જિલ્લા જેલમાંથી ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા પાંચ શખસોનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેલમાંથી એક અજાણ્યો મોબાઇલ મળી આવતા સીટી 'એ' ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ કરતા આરોપીઓ જેલમાં હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ સાજીદ હારૂનભાઈ મલેક, નવાઝ જુમાભાઈ દેથા, ઉબેદુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલભાઈ કોરડીયા, જાફર સીદીકભાઈ જુણેજા અને જાહિર મહમદરફીકભાઈ સંધવાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.