હાલોલ પોલીસ મથકમાંથી POCSO આરોપી વોશરૂમની ગ્રીલ તોડી ફરાર
હાલોલ પોલીસ મથકમાંથી POCSO આરોપી વોશરૂમની ગ્રીલ તોડી ફરાર
Published on: 14th October, 2026

હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી POCSO એક્ટ હેઠળના 20 વર્ષીય આરોપી આશિષભાઈ હિતેશભાઈ વસૈયાએ વોશરૂમ જવાનું બહાનું કાઢી, બારીની ગ્રીલ તોડીને ડ્રેનેજ પાઇપના સહારે ફિલ્મી ઢબે ભાગી છૂટ્યો. દાહોદ જિલ્લાના ઝાલોદનો રહેવાસી આશિષને મેડિકલ ચેકઅપ માટે હાલોલ લાવવામાં આવ્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.