મામા અને મામી સાથે 2.70 કરોડની ઠગાઇ કરનાર ભાણિયો ઝડપાયો
Published on: 15th June, 2025
કરજણ : કરજણ તાલુકાના કંડારી ખાતે રહેતા મામા અને મામીને કેનેડાના વિઝા કરાવી આપવાની લાલચ આપી રૂા.૨.૭૦ કરોડ પડાવી લઈ ખોટી એર ટિકિટો મોકલી તેમજ પડાવેલા પૈસાના બદલામાં પોતાના મકાનની ટોકન પાવતી લખી આપી છતાં મકાન કે પૈસા પરત નહી આપી છેતરપિંડી કરનાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ભાણિયાને આણંદની એક હોટલમાંથી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ધુ્રવ સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં મિત્રોને મળીને હોટલમાં રોકાતો હતો. આ સમય દરમિયાન તે પોતાના મોબાઇલ નંબરો પણ બદલતો રહેતો હતો.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર