નડિયાદમાં પરિણીત પુરુષ બે સંતાનોની માતા પ્રેમીકાને બીજી પત્ની બનાવવા જીદે ચઢતા અભયમની મદદ
નડિયાદમાં પરિણીત પુરુષ બે સંતાનોની માતા પ્રેમીકાને બીજી પત્ની બનાવવા જીદે ચઢતા અભયમની મદદ
Published on: 09th October, 2026

ગળતેશ્વર પંથકમાં એક પરિણીત પુરુષ બે સંતાનોની માતા પ્રેમીકાને બીજી પત્ની બનાવવા માટે પત્ની સાથે ઝઘડા અને મારઝુડ કરતો હતો. આખરે કંટાળીને પત્નીએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ લીધી. સેવાલિયા પોલીસ મથકે લઈ જવાયા બાદ અભયમ ટીમે પતિ અને પ્રેમીકાને કાયદાનો પાઠ ભણાવ્યો. સંતાનોની જવાબદારી સમજાવતા પતિએ પ્રેમીકા સાથે સંબંધ નહીં રાખવાની અને પત્નીને સારી રીતે રાખવાની લેખિત બાંયધરી આપતા મામલો થાળે પડ્યો.