માતરમાં કપચી ભરેલી ટ્રક ખાલી કરતાં અસ્થિર મગજનો મૃતદેહ મળ્યો
માતરમાં કપચી ભરેલી ટ્રક ખાલી કરતાં અસ્થિર મગજનો મૃતદેહ મળ્યો
Published on: 09th October, 2026

માતર તાલુકાના લવાલ ગામમાં બ્રિજ નિર્માણ સાઇટ પર કપચી ભરેલી ટ્રક ખાલી કરતી વખતે એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતક અમદાવાદના કિશનપુરા વિસ્તારનો 29 વર્ષીય અસ્થિર મગજનો યુવાન હોવાનું બહાર આવ્યું છે, જે ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. ગળતેશ્વર ક્વોરીમાં ઉભેલી ટ્રકમાં બેસી જતાં અને બાદમાં કપચી ભરાતા તે દબાઈ જવાથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું છે. માતર પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.