વિઝાના નામે ફ્રોડઃવડાેદરાની મા અંબે ઇન્ટરનેશલ ના સંચાલકો ફરાર થતાં અનેક યુવકો ઠગાયા
Published on: 15th June, 2025
વડોદરાઃ શહેરમાં વિઝાના નામે ફ્રોડનો વધુ એક બનાવ બહાર આવ્યો છે.જેમાં ઓફિસને તાળાં મારી ફરાર થઇ ગયેલા સંચાલકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. નવસારીના ગણદેવી; નજીક અમલસાડ ગામે રહેતા ચેતન પટેલે પોલીસને કહ્યું છે કે, સોશ્યલ મીડિયા પર વર્ક પરમિટની જાહેરાત જોઇ અમે વડોદરાના મુજમહુડા ખાતે સિગ્નેટ હબના બીજા માળે આવેલી મા અંબે ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના પ્રતીક પાંડેનો સંપર્ક કર્યો હતો.તેમણે ઓફિસના બોસ સૌરભભાઇ છે અને ઉત્તમભાઇ શર્મા બધું કામકાજ સંભાળે છે તેમ કહી રૂબરુ બોલાવ્યા હતા.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર