માંડવીમાં ₹45 લાખનું આંધણ કરીને લગાવેલા 81 CCTV કેમેરા વર્ષોથી શોભાના ગાંઠિયા!
માંડવીમાં ₹45 લાખનું આંધણ કરીને લગાવેલા 81 CCTV કેમેરા વર્ષોથી શોભાના ગાંઠિયા!
Published on: 14th October, 2026

કચ્છના માંડવી શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે વર્ષ 2017માં ₹45 લાખના ખર્ચે લગાવવામાં આવેલા 81 CCTV કેમેરા બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ થયેલી વાયરોની ચોરીને કારણે બંધ હાલતમાં છે. આધુનિક સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ જતાં ગુનાખોરી અને તપાસમાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા સમારકામ અને પુનઃકાર્યરત કરવાની યોજના ધરાવે છે, પરંતુ કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર નથી.