પીપણ ગામે ગાડીમાં સંતાડેલો 65 હજારનો દારૂ ઝડપાયો
Published on: 15th June, 2025
સાણંદ : સાણંદ તાલુકા પીપણ ગામે ગાડીમાં સંતાડેલો ૬૫ હજારની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સને ઝડપી ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીપણ ગામે કનુભાઈ ધીરૂભાઈ ગોહેલ પોતાની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી ૬૪૮ નંગ બોટલ તથા ટીન (કિંરૂ.૬૫,૪૦૦), ગાડી (કિં.રૂ.૨,૦૦,૦૦૦) મળી રૂ.૨,૬૫,૪૦૦ના મુદામાલ જપ્ત કર્યો હતો.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર