પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
Published on: 15th March, 2026

લીંબડી-અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ પરથી પોલીસે રૂ. 1.21 લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો. આ કેસમાં ચાલક સહિત 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. દારૂ, બીયર અને ટ્રક મળીને રૂ. 13.26 લાખના મુદ્દામાલ સાથે ચોટીલાના ચાલકની અટકાયત કરવામાં આવી છે.