સુરતમાં લસકાણા પોલીસે ડુપ્લિકેટ પરફ્યુમનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
સુરતમાં લસકાણા પોલીસે ડુપ્લિકેટ પરફ્યુમનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
Published on: 14th October, 2026

સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને GUCCI FLORA બ્રાન્ડના નામે ચાલતા ડુપ્લિકેટ પરફ્યુમના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂપિયા 45,990ની કિંમતના નકલી પરફ્યુમ સાથે સંદીપભાઈ બેલડીયા નામના વેપારીને ઝડપી પાડ્યો છે. આરોપી પ્રખ્યાત બ્રાન્ડના સ્ટીકરો લગાવી સામાન્ય ગ્રાહકોને ઊંચા ભાવે વેચી છેતરપિંડી કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.