પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો
પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો
Published on: 13th October, 2026

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય રિફાકતહુસેન ઇસ્માઇલભાઇ પટેલે પત્ની અને તેના સગા-સંબંધીઓના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો. ગઇકાલે રાત્રે ઝેરી દવા પીધા બાદ તબિયત લથડતાં પાડોશીઓ તેને સયાજી હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું. પોલીસે સ્યૂસાઇડ નોટ અને દવાની બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.