પંચમહાલના હાલોલ-બોડેલી હાઈવે પર ટ્રક-ટેન્કર ટક્કરમાં પિતા-પુત્રીના મોત
પંચમહાલના હાલોલ-બોડેલી હાઈવે પર ટ્રક-ટેન્કર ટક્કરમાં પિતા-પુત્રીના મોત
Published on: 08th October, 2026

પંચમહાલ જિલ્લાના હાલોલ-બોડેલી હાઈવે પર એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બોડેલી તરફથી પૂરપાટ ઝડપે આવતા ભારત પેટ્રોલિયમના ટેન્કરે અનાજ ભરેલી ટ્રકને ટક્કર માર્યા બાદ કાબૂ ગુમાવી દીધો હતો. આ બેકાબૂ ટેન્કરે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના સંઘના યાત્રાળુઓને લઈ જતી ટાટા એસી ગાડીને પણ અડફેટે લીધી હતી. ત્યારબાદ ટેન્કર હાઈવેની બાજુમાં આવેલી એક હોટેલમાં ઘૂસી ગયું, જેમાં હોટેલ માલિક અને તેમની 5 વર્ષની પુત્રીનું મોત થયું. ટાટા એસીમાં સવાર 9 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થતાં તેમને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.