ધ્રાંગધ્રામાં ત્રણ સ્થળોએ જુગારધામ પર પોલીસના દરોડા
ધ્રાંગધ્રામાં ત્રણ સ્થળોએ જુગારધામ પર પોલીસના દરોડા
Published on: 19th August, 2026

ધ્રાંગધ્રા પંથકના કોંઢ, ગુજરવદી ગામ અને દિલ્હી દરવાજા પાસે પોલીસે જુગારના ત્રણ અલગ-અલગ દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 16 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા, મોબાઇલ ફોન, વાહનો અને જુગારના સાધનો સહિત કુલ રૂ. 2.43 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહી એલસીબી ટીમે કરી હતી, જે પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા હતા.