અમદાવાદ ફાયર NOC લાંચ કેસ: CFO સામે ACBની તપાસ શરૂ
અમદાવાદ ફાયર NOC લાંચ કેસ: CFO સામે ACBની તપાસ શરૂ
Published on: 09th August, 2026

અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર સામે ફાયર NOC ઇસ્યુ કરવાના બદલામાં લાંચ માંગવાના ગંભીર આરોપો બાદ ACBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં અમિત ડોંગરેના સંપર્કમાં રહેલા ફાયર સેફ્ટી ઓફિસરોના ડેટા અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના પુરાવા એકત્ર કરવામાં આવશે. ACB દ્વારા સંબંધિત અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ફાયર સેફ્ટી સાધનોના સપ્લાયર્સના નિવેદનો પણ નોંધવામાં આવશે. વધુમાં, અમિત ડોંગરે દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ સહિતનો ડેટા રિકવર કરવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.